જીતની ઉજવણીમાં ભાન ભૂલ્યા નેતાજી, હવામાં ગોળીબાર કરતો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-10 08:37:30

ભાજપને પ્રચંડ જીત મળવાને કારણે ભાજપના કાર્યકરો તેમજ વિજેતા ઉમેદવારો અતિ આનંદિત થઈ ગયા છે. જીત મેળવ્યા બાદ વિજેતા ઉમેદવારો વિજય યાત્રા નિકાળી જીતનું જશ્ન મનાવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં પાદરાના ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા જાહેરમાં હવામાં ફાયરિંગ કરતા નજરે પડે છે.

 


હવામાં ગોળીબાર કરતો વીડિયો વાયરલ

પોતાની ખુશી વ્યક્ત કરવા ઉમેદવારો પોતાના સમર્થકો તેમજ કાર્યકરો સાથે વિજય સરઘસ નિકાળતા હોય છે. ત્યારે ભાજપના વિજેતા ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાહેરમાં હવામાં ગોળીબાર કરી રહ્યા છે. હવામાં ફાયરિંગ કરાતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

અનેક સીટો પર ભાજપનો દબદબો 

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ વખતે ભાજપે જૂના બધા રેકોર્ડ તોડી દીધા છે. આ જીતને કારણે નેતાઓ, કાર્યકરો તેમજ વિજેતા ઉમેદવારોની ખુશીનો પાર નથી રહ્યો. 182 સીટોમાંથી ભાજપે 156 સીટો મેળવી છે. ભાજપના અનેક ઉમેદવારો વિજેતા બન્યા છે. 2017માં પાદરાની સીટ કોંગ્રેસ પાસે હતી. 2012થી  આ બેઠક કોંગ્રેસના કબજામાં હતી. ત્યારે આ વખતે ભાજપના ઉમેદવારની જીત થતા તેઓ ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે