AAP ના ઉમેદવારે પ્રચાર માટે અપનાવી નવી તરકીબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-19 19:58:18


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે દરેક પક્ષ ચુંટણી પ્રચાર માટે મેહનત કરી રહ્યા છે ભાજપે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ પ્રચાર માટે વેગ પકડ્યો છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રચાર માટે અલગ જ પ્રકાર અપનાવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે જાહેર સભામાં જીતે તો કામ કરવાનું એફિડેવિટ રજૂ કર્યું.


મત જીતવા માટે નવી તકનીક !!!

ચોટીલા બેઠકના આપના ઉમેદવાર એ જાહેર સભામાં સીચાઇનું પાણી પોહોચાડવા બાહેધરી પત્ર એફિડેવિટ કર્યુ છે.  આપના ઉમેદવાર રાજુ કરપડાએ જો તેઓ ચુંટણી જીતશે તો અંતરીયાળ ગામો સુધી સિચાઇનું પાણી પોહોચાડવા જાહેર સભામાં એફિડેવિટ રજુ કર્યુ છે.આપના ઉમેદવાર એ એફિડેવિટ રજુ કરતા રાજકીય પાર્ટીઓમાં રાજકારણ ગરમાયુ છે.સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રથમ વખત કોઈ ઉમેદવાર એ ચુંટણી જીતે તો કામ કરવાનું એફિડેવિટ કર્યુ હોઇ તેવી પ્રથમ ઘટના સામે આવી છે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે