મોદી સામે મોરચો, નીતીશ કુમારે દિલ્લીમાં વિવિધ પાર્ટીઓના અગ્રણીઓ સાથે કરી મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 16:42:41

દેશના તમામ રાજકિય પક્ષો ભાજપ સામે એકજુથ થઈ રહ્યા છે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વિરોધ પક્ષોને સંગઠિત કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાતના એક દિવસ બાદ આજે મંગળવારે માકપા મહાસચિવ સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી.


બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે અમે ચર્ચા કરી કે જો ડાબેરી પક્ષો, રાજ્યોમાં સ્થાનિક પક્ષો અને કોંગ્રેસ સહિત તમામ રાજકિય પાર્ટીઓ એક સાથે આવે તો એક મોટું રાજનૈતિક ગઠબંધન બનશે.  જો કે નીતીશ કુમારે પોતે પીએમ ઉમેદવાર હોવાનો ઈન્કાર કર્યો હતો. યેચુરીએ પણ કહ્યું કે આ એક સકારાત્મક સંકેત છે, જેનાથી દેશમાં સારો રાજકિય વિકાસ થશે.તેમણે પણ તમામ ધર્મનિરપેક્ષ પાર્ટીઓને એક સાથે આવવાનું આહવાન કર્યું હતું અને નીતીશ કુમારનું વિપક્ષના સમર્થનમાં આવવું તેને એક સુખદ સંદેશ ગણાવ્યો હતો. 


નીતીશ કુમાર ભાજપ સામે એક સંગઠિત મોરચો બનાવવા વિવિધ રાજકિય પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે. નીતીશ કુમાર દિલ્લીમાં દેશના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા  કરી રહ્યા છે, તેમણે રાહુલ ગાંધી સાથે પણ લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. તેમણે દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ સહિત વિવિધ નેતાઓ સાથે મુલાકાતની યોજના બનાવી છે. તે ઉપરાંત નિતિશ કુમાર NCP નેતા શરદ પવાર,  SP નેતા અખિલેશ યાદવ, CPI નેતા ડી રાજા, અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ કરશે. નીતીશ કુમાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ બેઠક યોજશે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.