મોત ક્યા, ક્યારે અને કેવી રીતે આવશે તે કોઇ જાણી શકતું નથી, રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે યુવકના મોત


  • Published By :
  • Published Date : 2023-01-30 13:13:17

શિયાળાને કારણે અનેક લોકોના મોત હાર્ટએકેટને કારણે થઈ રહ્યા છે. નાની ઉંમરે પણ લોકો હાર્ટએકેટનો શિકાર બનતા હોય છે. અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ બે યુવાનોના મોત હાર્ટએકેટને કારણે થયા છે. બે ઘટના બની છે જેમાં એક ઘટનામાં રેસકોર્સ ખાતે રમતા યુવાન અને બીજી ઘટના ફૂટબોલ રમતા મારવાડી કોલેજના વિદ્યાર્થીનું મોત હાર્ટએકેટ થવાને કારણે થયા છે.  બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે લોકોના મોત 

થોડા સમય પહેલા એક રિચર્સ સામે આવ્યો હતો જેમાં એવું તારણ આવ્યું હતું કે શિયાળાના સમય દરમિયાન હાર્ટએકેટની સંખ્યામાં વધારો થયો છે. હાર્ટએકેટને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હાર્ટએકેટે વધુ બે યુવાનોનો જીવ લીધો છે. મોત ક્યાં, ક્યારે અને કેવી રીતે આવશે તે વિશે જાણકારી નથી હોતી. આવી જ બે ઘટનાઓ રાજકોટમાં બની છે. 


મેચ રમતી વખતે વાગ્યો હતો બોલ 

રેસકોર્સ ખાતે મેચ રમાઈ રહી હતી તે દરમિયાન યુવકને ટેનિસ બોલ વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ પણ તેણે રમવાનું ચાલું રાખ્યું હતું. ઈજા બાદ 22 રન કરીને તે યુવક આઉટ થઈ ગયો હતો. આઉટ થયા બાદ કારમાં બેસી યુવક મેચ જોઈ રહ્યો હતો. તે વખતે જ તેનું હાર્ટ ફેલ થઈ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 


ફૂટબોલ રમતા દરમિયાન યુવક થયો બેભાન 

બીજી ઘટનામાં રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા યુવકનું મોત થઈ ગયું છે. કેમ્પસમાં ફૂટબોલ રમતી વખતે આ ઘટના સર્જાઈ હતી. ફૂટબોલ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયો હતો. બેભાન હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓ રમતી વખતે બની હતી.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે