પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.
હાલમાં અમેરિકન વિમાન બનાવતી કંપની બોઇંગ સતત વિવાદોમાં રહે છે. તેના વિમાનોમાં સતત ટેક્નિકલ ખામીઓ સામે આવતી હોય છે. એટલુંજ નહિ તેના વિમાનોમાં ભયંકર અકસ્માતો પણ સર્જાયા છે . જેમ કે , ૧૨જી જૂનના રોજ , એરઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફલાઇટ મેઘાણીનગરમાં અતુલ્યમ હોસ્ટેલ પર પડતા ખુબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુને ભેટ્યા હતા . તો હવે , વાત કરીએ , બોઇંગની તે પાછલા કેટલાય વર્ષોથી તે આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . પરંતુ હવે પ્રખ્યાત અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે , ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી તેની સ્થિતિમાં સુધારો આવ્યો છે . બોઇંગને સતત નવા ઓર્ડર મળી રહ્યા છે . જેમ કે , આ મહિને ઇન્ડોનેશિયા અને જાપાન તરફથી બોઇંગને જેટ બનાવવાના ઓર્ડર મળ્યા છે. આ વર્ષે બહેરીન , યુએઈ, સાઉદી અરેબિયા દ્વારા પણ સેંકડો વિમાનોનો સોદો કરાયો છે .મેં મહિનામાં કતાર એરવેઝે ૧૫૦ મોટા બોઇંગ વિમાનોનો ઓર્ડર બોઇંગને આપ્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે બોઇંગને ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધથી ખુબ મોટો ફાયદો મળ્યો છે. સાથે જ ટ્રમ્પ તંત્ર બોઇંગ વિમાન ખરીદવા માટે વિવિધ દેશો પાર દબાણ ઉભું કરી રહ્યું છે. સાથે જ ટ્રમ્પ અને તેમના સહાયકો બોઇંગના નવા ઓર્ડરને તેમના વેપાર સોદાનો ભાગ ગણાવે છે.
આપને જણાવી દયિકે , દુનિયાભરની એરલાઇન્સ પાસે વિમાન ખરીદવા માટે માત્ર બે જ વિકલ્પ હોય છે . ૧) બોઇંગ ૨) એરબસ. એરબસ કંપની એ યુરોપીઅન વિમાન બનાવતી કંપની છે . વાત કરીએ , બોઇંગની તો , આ કંપની હજારો અમેરિકનોને રોજગારી આપે છે. તે અમેરિકાની સૌથી મોટી નિકાસકાર છે. બોઇંગને મળતા નવા ઓર્ડરની અસર હવે યુએસના શેરબજાર પર પણ પડી છે. એપ્રિલથી બોઇંગના શેરના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આજ સમયગાળામાં ડોનાલ્ડ ટ્રમ્પએ અનેક દેશો પર ટેરિફ લગાવીને "ટેરિફ વિસ્ફોટ " કર્યો હતો. હવે વેપાર સોદાઓની જાહેરાતથી , બોઇંગને વધારે ઓર્ડર મળી શકે છે. જે દેશોએ ઓર્ડર આપ્યા નથી તેમના પર હવે ટ્રમ્પ તંત્રએ વિમાન ખરીદવાનું દબાણ ઉભું કર્યું છે. પરંતુ બોઇંગએ આ સમાચાર પર સત્તાવાર ટિપ્પણી નથી કરી પણ બોઇંગના ચીફ કેલી ઓર્ટબર્ગ મેં મહિનામાં ટ્રમ્પ સાથે પશ્ચિમ એશિયાના પ્રવાસે ગયા હતા . આ સમય દરમયાન કતારને વિમાનો આપવા માટે સેહમતી સધાઈ હતી. અમેરિકાની પ્રખ્યાત કંપની બોઇંગ જે પેસેન્જર વિમાનોની સાથે , રોટરક્રાફ્ટ , રોકેટ્સ , સેટેલાઇટ અને મિસાઈલ્સ બનાવે છે. તેની સ્થાપના ૧૯૧૬માં વિલિયમ ઈ બોઇંગ દ્વારા કરવામાં આવી હતી . બોઇંગ કંપની પર આરોપો લાગતા રહે છે કે , પોતાના એરકફ્રાફ્ટનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરે છે. આ માટેનો ઘટસ્ફોટ વહીસલબ્લોવર જ્હોન બાર્નેટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ ૭૮૭ ડ્રિમલાઈનર સિરીઝના ક્વોલિટી કન્ટ્રોલ ઇન્સ્પેકટર હતા . ૨૦૧૬માં તેમણે બોઇંગ પર આરોપ લગાવ્યા કે , બોઇંગ કંપની પોતાના જહાજોનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ પાર્ટ્સનો ઉપયોગ કરે છે. જ્હોનના આરોપોને FAA એટલેકે , અમેરિકન એવિએશન ફેડરેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા સાચા ઠેરવવામાં આવ્યા હતા. જોકે માર્ચ , ૨૦૨૪માં જ્હોન બારનેટનું મૃત્યુ થયું છે.