રાજ્યમાં વધતી અકસ્માતોની સંખ્યા, વડોદરા-પાદરા રોડ પર સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા પાંચ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-24 11:25:48

ગુજરાતમાં અકસ્માતને કારણે અનેક લોકોના મોત થાય છે. ગંભીર રીતે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા-પાદરા રોડ પર સર્જાયો છે જેમાં 5 લોકોના મોત થયા છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા છે. મૃતકોમાં 3 બાળકો અને પતિપત્નીનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે 3 લોકોના મોત થયાં હતા જ્યારે 2 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. 

રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં.

રિક્ષાનો બુકડો બોલી ગયો.

કાર અને રિક્ષા વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોણ ક્યારે કાળનો કોળિયો બની જાય છે તેની જાણ થતી નથી. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વડોદરા પાદરા રોડ પર સર્જાઈ છે. રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં રિક્ષામાં સવાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે જેમાં 3 બાળકો અને માતા પિતાનો સમાવેશ થયો છે. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને કારણે સ્થાનિક લોકો તેમજ પોલીસ પણ ઘટનાસ્થળ આવી ગઈ હતી.  

કારના ફુરચેફુરચા બોલી ગયા.


દુર્ઘટનામાં 5 લોકોના થયા મોત 

મળતી માહિતી અનુસાર પરિવાર રિક્ષામાં સવારે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. ગાડી અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં ગોઝારો અકસ્માત થયો છે. આ ઘટનામાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા જ્યારે બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમના પણ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે