કાયમી OBC કમિશન મુદ્દે હાઇકોર્ટની રાજ્ય સરકારને ફટકાર, 2 માર્ચ સુધીમાં જવાબ આપવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-02-09 16:28:37

ગુજરાત હાઈકોર્ટ વિવિધ મુદ્દે રાજ્ય સરકારને ફટકાર લગાવતી રહે છે. રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશન મુદ્દે હાઈકોર્ટે આજે સરકારની ઝાટકણી કાઢી છે. રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂકની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી યોજાઈ હતી.જેમાં  હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શા માટે કાયમી OBC કમિશનની સ્થાપના થઈ નથી?  


સરકાર 2 માર્ચ સુધીમાં જવાબ આપે


ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર પણ કરી કે નિવૃત જજની નિમણૂકએ કમિશનની રચના ન ગણાય.  OBC કમિશનની સ્થાપના મુદ્દે સરકાર મજબુત પગલા લે તેવી પણ કોર્ટે તાકીદ કરી છે. હાઈકોર્ટે 2 માર્ચ સુધીમાં સરકારને કોર્ટમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


અરજદારે શું રજૂઆત કરી 


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી ધોરણે OBC કમિશન નથી. એક અરજદારે કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂક કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે સરકાર પરિપત્ર મુજબ કમિશનના વડાની નિમણૂક કરે તે યોગ્ય નથી. 


આર.પી.ધોલરિયાની વરણી


ગુજરાત સરકારે રાજ્યના પછાત અન્ય વર્ગો OBC માટેના કાયમી કમિશનના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટમાંથી નિવૃત થયેલા ન્યાયાધીશ આ.પી ધોલરિયાની નિમણૂક કરી હતી. OBC કમિશનમાં લાંબો સમય ચેરપર્સન તરીકે જવાબદારી અદા કરનારા જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના અવસાનને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા સરકારે આ નિયુક્તિ કરી હતી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.