હીટવેવ: ઓડિસામાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો સરકારે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-12 14:21:39

ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની છે. આકાસમાંથી વરસતી ગરમી અને લૂના કારણે  શાળાઓ અને બાલમંદિરોમાં ભણતા ભૂલકાઓના આરોગ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે. આ જ કારણે ઓડિસા સરકારે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવાના આદેશ આપ્યા છે.  


સરકારે આપ્યો આદેશ


ઓડિશામાં વધતી ગરમીને કારણે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઓડિશા સરકારે નવો આદેશ જાહેર કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓ, પછી ભલે તે ખાનગી હોય કે સરકારી, 16મી એપ્રિલ, 2023 સુધી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે. નવા આદેશમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આજથી તમામ આંગણવાડી કેન્દ્રો પણ બંધ રહેશે. રાજ્યમાં હિટ વેવની સ્થિતીના કારણે  ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ, વર્ગો સવારે 7 થી 11:30 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યા હતા.


CM પટનાયકે યોજી સમીક્ષા બેઠક


ઉનાળાની ગરમીને લઈ ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.  જેમાં વર્તમાન લૂની સ્થિતી અને તેનાથી થતી આરોગ્ય પર અસર અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠક બાદ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 12થી 16 એપ્રીલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તે ઉપરાંત ધોરણ 11 અને 12 અને કોલેજોના વર્ગોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની અને  કોવિડની સ્થિતી પર નજર રાખવાની પણ તેમણે અધિકારીઓને સુચના આપી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે