ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કુમાર દાસ પર પર ફાયરિંગ, સુરક્ષામાં તૈનાત ASIએ જ ગોળી મારી


  • Published By :
  • Published Date : 2023-01-29 16:26:51

ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કુમાર દાસ પર ઝરસુગુડા જિલ્લામાં બ્રીજરાજનગર નજીક ફાયરિંગ કરવામાં આવ્યું છે. નાબા કુમાર દાસની જ સુરક્ષામાં તૈનાત ASI ગોપાલદાસે જ ગોળી મારી દીધી હતી. આ ઘટના રવિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર વિસ્તારમાં બની હતી. ફાયરિંગ બાદ ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ભુવનેશ્વર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.


નાબા કુમાર દાસ હોસ્પિટલમાં દાખલ


એક કાર્યક્રમમાં હાજરી આપવા બ્રીજરાજનગર પહોંચેલા નબા દાસ કારમાંથી નીચે ઉતરતા હતા ત્યારે સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર તેમને છાતીમાં 4-5 ગોળીઓ વાગી છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. નાબા કુમાર કિશોર દાસને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી છે. 


આરોપી ASI ફરાર


નાબા દાસ પર ફાયરિંગ તેમની જ સુરક્ષા માટે ફરજ બજાવતા ASI ગોપાલદાસે જ કર્યું છે. આરોગ્ય મંત્રી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ તરફથી હજી સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે આરોપી ASI ગોપાલ દાસ ફરાર થઈ ગયો છે.  નાબા દાસ પર આ હુમલો પૂર્વયોજીત હોવાનું મનાય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે