ઓડિશા ટ્રેન અકસ્માત કેસમાં આવ્યું અપડેટ! સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરને કરાયું સીલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 13:47:48

થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્રણ ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો જેને લઈ સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી હતી. ત્યારે આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે અપડેટ સામે આવી છે જેમાં સિગ્નલ જૂનિયર ઈંજિનિયર પોતાના પરિવાર સાથે ગાયબ થઈ ગયો છે. પરિવાર સાથે અચાનક ગાયબ થઈ જતાં સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા તેમના ઘરને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે તપાસ માટે સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે તેમનું ઘર બંધ હતું અને પરિવારના સભ્યો કોઈ હાજર ન હતા. એવી પણ માહિતી સામે આવી છે જેમાં શરૂઆતી તપાસ દરમિયાન સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી. 



ઓડિશામાં સર્જાયો હતો ત્રિપલ ટ્રેન અકસ્માત!

ઓડિશામાં થોડા સમય પહેલા ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે લોકોમાં દુખની લાગણી પ્રવર્તી ઉઠી હતી. ત્યારે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટના જ્યારથી બની હતી ત્યારથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ત્યાં ઉપસ્થિત હતા. પીએમ મોદીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલ લોકો સાથે વાતચીત કરી હતી. આ ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. 16 જૂનના રોજ તપાસ માટે ટીમે ત્યાંની મુલાકાત લીધી હતી તે બાદ 19 જૂનના રોજ ફરી એક વખત ટીમ ત્યાં ગઈ હતી. તે દરમિયાન સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરની પૂછપરછ કરી હતી. 


સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરને કરાયું સીલ!

જ્યારે સીબીઆઈની ટીમ ફરી વખત સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરે પહોંચી ત્યારે પરિવારના સભ્યો હાજર ન હતા. ઘરમાં કોઈ મળ્યું ન હતું. મળતી માહિતી અનુસાર સીબીઆઈની ટીમ દ્વારા તેમના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. ટ્રેન સંચાલન દરમિયાન ટ્રેનની સુરક્ષામાં જૂનિયર ઈન્જિનિયરનો રોલ મહત્વનો હોય છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 200થી વધારે લોકોના મોત થઈ ગયા છે. થોડા સમય પહેલા એક ચિઠ્ઠી પણ વાયરલ થઈ હતી જેમાં ટ્રેનને લઈ વોર્નિંગ આપવામાં આવી હતી.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે