ઓઈલ મિનિસ્ટ્રીની પેનલનો રિપોર્ટ, વર્ષ 2027 સુધી ડીઝલથી ચાલનારા ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવો


  • Published By :
  • Published Date : 2023-05-09 16:50:15

કેન્દ્ર સરકારે હવે ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોને પ્રોત્સાહન આપવું જોઈએ તેવી સલાહ ઓઈલ મિનિસ્ટ્રીની એક પેનલે આપી છે. પેનલે રજુ કરેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2027 સુધી 10 લાખથી વધુ વાહનોવાળા શહેરોમાં ડીઝલથી ચાલનારા  ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. તે ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષમાં શહેરી વિસ્તારોમાં ડીઝલ બસનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે.


ડીઝલની વધતી માગ ચિંતાજનક


પેનલે તેના રિપોર્ટમાં ડીઝલની વધતી માગને લઈ ચિંતા વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં પેનલે સુચન કર્યુ છે કે જો અત્યારથી જ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોનો ઉપયોગ વધારીશું નહીં તો ભવિષ્યમાં પરિસ્થિતિ બેકાબુ બની શકે છે. પૂર્વ ઓઈલ સેક્રેટરી તરૂણ કપૂરની અધ્યક્ષતામાં પેનલે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ઈન્ટરનલ કન્ઝપ્શન એન્જિનવાળી મોટર સાઈકલ, સ્કૂટર અને થ્રી વ્હીલરને વર્ષ 2035 સુધી તબક્કાવાર રીતે હટાવી દેવાની સુચના આપી છે. 


2040 સુધીમાં ડીઝલની માંગ ટોચ પર હશે 


પેનલે આવતા વર્ષથી માત્ર ઈલેક્ટ્રીક વાહનો માટે નવા રજીસ્ટ્રેશનની તરફેણ કરી છે અને કાર્ગોની અવરજવર માટે રેલ્વે અને ગેસથી ચાલતા ટ્રકનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. રિપોર્ટ અનુસાર 2040 સુધીમાં દેશમાં ડીઝલની માંગ તેની ટોચે પહોંચી જશે. આવી સ્થિતિમાં જો ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવાનું શરૂ કરવામાં આવે તો આ માંગમાં ઘટાડો થવાની આશા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે