જનતા વતી Jamawatએ કરી Banaskanthaના ઉમેદવારો સાથે વાત, Genibenએ કહ્યું હું જનતા માટે આટલા કામો કરીશ જ્યારે રેખાબેન પ્રચારમાં વ્યસ્ત!


  • Published By : Admin
  • Published Date : 2024-05-01 21:53:05

ગુજરાતમાં મતદાનને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે.. ગુજરાતમાં પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે.. દિગ્ગજ નેતાઓ રેલી કરી ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે... મતદાતાને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવશે. અનેક મતદાતા પાર્ટીને જોઈ મતદાન કરતા હોય છે અને અનેક લોકો ઉમેદવારને જોઈ... જનતાને એ જાણવાની ઈચ્છા હોય છે કે તેમના વિસ્તારના ઉમેદવાર આગામી પાંચ વર્ષમાં કયા કામો કરશે... ત્યારે જનતા વતી જમાવટની ટીમ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કરે છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે તે ઉમેદવારનું વિઝન શું છે?

ભાજપના ઉમેદવાર સાથે વાત ના થઈ શકી કારણ કે... 

બનાસકાંઠા લોકસભા સીટ સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે.. ભાજપે ડો. રેખા ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને  ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કર્યો હતો તેમના વિઝનને જાણવા.. રેખાબેન ચૌધરીનું વિઝન જાણવા માટે અનેક વખત ફોન કર્યા પરંતુ તે પ્રચારમાં વ્યસ્ત હતા.. તેમની સાથે વાત ના થઈ શકી.. જ્યારે જ્યારે રેખાબેનનો કોન્ટેક કરવાની કોશિશ કરી ત્યારે તેમના પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું કે બેન બિઝી છે... જો કે ચૂંટણીના પ્રચાર વચ્ચે અનેક નેતાઓ સાથે સંપર્ક નથી થઈ શક્યો


જો ગેનીબેન જીતશે તો આગામી પાંચ વર્ષમાં કરશે આ કામ!

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે સાંસદ બને છે તો તે કયા કામો કરશે તો તેમણે કહ્યું કે સમગ્ર દેશની અંદર ખેડૂતોને એમએસપીના ભાવ મળે.. શિક્ષણની યોજનાઓ, હેલ્થની યોજનાને લઈ વાત કરી હતી, રોજગારીની તકો યુવાનોને મળે તે માટે તે કામ કરશે... મહત્વનું છે કે આ એક બેઠક એવી છે જેની ચર્ચા ખૂબ થાય છે.. બંને રાજકીય પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કઈ મહિલાને સંસદ પહોંચાડે છે?  



ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. 45 ડિગ્રીને પાર અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. અમદાવાદ માટે એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું હતું જ્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે એએમસી દ્વારા રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના અનેક ભાગોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. પરંતુ સ્માર્ટ મીટરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. બિલ વધારે આવે છે તેવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લાગશે જેથી ભરોસો આવે.

સોશિયલ મીડિયા પર એસટી બસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોટલમાં બસ ઉભી રાખવાનું ભૂલી જતા ડ્રાઈવરે 15 કિલોમીટર બસને રોન્ગ સાઈડ ચલાવી.. મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી પણ થઈ.

આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના...