રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 1307 કરોડનું દેવું, શહેરની પાણીની દૈનિક માંગ 40 કરોડ લીટરથી વધુ


  • Published By :
  • Published Date : 2023-12-22 15:37:04

રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો જબરદસ્ત ખોટ કરી રહી છે, રાજકોટ મહાનગરપાલિકા પર તો કરોડો રૂપિયાનું દેવું હોવાનું દેવું હોવાનું સામે આવ્યું છે.  રાજકોટના મેયર  નયના પેઢડીયાએ દેવા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 1307 કરોડ રુપિયાનું દેવુ છે. પાણી ચાર્જ પેટે સરકારના વિવિધ વિભાગોનું રૂ. 1307 કરોડનું દેવું ચડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. 


 દૈનિક 40 કરોડ લીટર પાણીની માગ 


રાજકોટના મેયર નયના પેઢડિયાએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટર કરતા પણ વધારે છે. સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધી દેવા રકમ રૂ.1307 કરોડ પહોંચી છે. તેમના જણાવ્યા મુજબ સૌની યોજનાના 153 કરોડ, નર્મદા નીરના 770.81 કરોડ તથા સિંચાઈ વિભાગના 373.27 કરોડ રૂપિયા બાકી છે. રાજકોટની જનતાને પાણી અંગે સમસ્યા ઉભી ન થાય તે માટે પાણીની માગ કરવામાં આવી છે. રાજકોટ  મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 45 વર્ષથી નવા જળસ્ત્રોત ન હોવાથી અન્ય યોજનાઓ પર આધાર રાખવો પડે છે. અગાઉની જેમ આ વખતે પણ રીતે દેવુ માફ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરીશું, હાલ પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે