મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને પૂછ્યા 9 સવાલ! મોદી સરકારના કાર્યકાળની કોંગ્રેસે ગણાવી ખામીઓ.. અદાણીને લઈ પણ પૂછ્યા પ્રશ્ન.


  • Published By :
  • Published Date : 2023-05-26 16:57:13

9 વર્ષ પહેલા ભાજપ પાર્ટી સત્તા પર આવી હતી. આજે સત્તા પર આવે ભાજપને 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કોંગ્રેસે ભાજપને અને પીએમ મોદીને 9 સવાલ પૂછ્યા છે. જયરામ રમેશે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 9 પ્રશ્નો પૂછવા માગે છે. 9 સવાલ માટે એક ડોક્યુમેન્ટરી બહાર પાડવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ ઈકોનોમીને લઈ, કૃષિ અને ખેડૂતોને લઈ, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સહિતના અનેક મુદ્દાઓને લઈ ભાજપ સરકારને પ્રશ્ન પૂછ્યા છે. અમારી પાર્ટી પીએમ મોદીને સવાલ પૂછવા માગે છે અને જાણવા માગે છે કે પીએમ મોદી આ પ્રશ્નોના જવાબ ક્યારે આપશે?

            

કોંગ્રેસે ભાજપને પૂછ્યા 9 પ્રશ્નો! 

ભાજપ જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી કોંગ્રેસ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર નિશાન સાધતું આવ્યું છે. કોંગ્રેસ દ્વારા અનેક વખત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યારે આજે ભાજપને સત્તા પર આવે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને 9 પ્રશ્નો પૂછ્યા છે. અદાણી મુદ્દે કોંગ્રેસે અનેક વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે આ 9 પ્રશ્નોમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સિવાય દેશમાં વધતી મોંઘવારી, ખેડૂતોને પડતી મુશ્કેલી, જનકલ્યાણની યોજનાઓને લઈ પ્રશ્નો પૂછ્યા હતા. ચીનને લઈને પણ કોંગ્રેસ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.


વીડિયો પણ કર્યો શેર!

કોંગ્રેસ દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બહાર પાડવામાં આવી છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે નાકામીના 9 વર્ષ. કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત આવા પ્રશ્નો ઉઠાવ્યા છે. પરંતુ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. પીએમ મોદી 9 પ્રશ્નોના જવાબ આપી પોતાનું મૌન તોડે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે