નવરાત્રીના પ્રથમ દિવસે મેઘમહેરે થતા ખેલૈયાઓ નિરાશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 16:33:02

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું ન હતું. ત્યારે આ વર્ષે કોરોના નિયંત્રણમાં આવતા, મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2 વર્ષ બાદ ગરબા રમવા મળતા ખેલૈયાઓ ઉત્સાહિત હતા. પરંતુ નવરાત્રીના પ્રથમ નોરતે વરસાદ પડવાને કારણે રંગમાં ભંગ પડી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ પડવાને કારણે ખેલૈયાઓના આનંદમાં ઘટાડો થયો છે. 


અનેક જગ્યાઓ પર વરસ્યો વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના ખોખરા, મણિનગર, અમરાઈવાડી, CTM, વટવા, ઘોડાસર સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વડોદરા ખાતે પણ વરસાદની પધરામણી થતા આયોજકોમાં ચિંતા પ્રવર્તી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ઉના, સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્તા ખેલૈયાઓમાં નિરાશા પ્રવર્તિ હતી. સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો. તેમજ ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ થયો હતો જેને કારણે ખેલૈયાઓમાં તેમજ આયોજકો ચિંતામાં મૂકાયા છે. પરંતુ આ તો ગુજરાતીઓ કહેવાય, વરસાદમાં પણ ગરબે ઘૂમે તો નવાઈ નહીં. 

નવરાત્રીમાં વરસાદ બનશે વિલન! હજુ ચાર દિવસ વરસાદી વાવાઝોડુ ગુજરાતને ઘમરોળશે  | heavy rain in gujarat during navratri monsoon 2019

Rain threat to lessen, Garba goers gearing up to make up for loss |  DeshGujarat



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.