શ્રાવણ માસ નિમિત્તે સંસ્કૃત પાઠશાળામાં કરાયું વિશેષ પૂજાનું આયોજન, રૂદ્રીના પાઠનું ઋષિકુમારોએ કર્યું અધ્યયન


  • Published By :
  • Published Date : 2023-09-15 17:27:13

શ્રાવણ મહિના દરમિયાન દેવાધિ દેવ મદાહેવની આરાધના કરવામાં આવતી હોય છે. શિવજીને પ્રસન્ન કરવા માટે આ શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. અનેક શિવ મંદિરોમાં શ્રાવણ મહિના નિમિત્તે રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતમાં આવેલા શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અભિષેકાત્મક અતિરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવલિંગ પર સામાન્ય દિવસો દરમિયાન પણ જળાભિષેક કરવામાં આવતો હોય છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન તો શિવજી પર વિશેષ અભિષેક કરવામાં આવે છે. અમાસના દિવસે આ આયોજનનું સમાપન હતું.

સંસ્કૃત પાઠશાળામાં કરાયું શ્રાવણ મહિના નિમિત્તે વિશેષ આયોજન 

શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ દરમિયાન ભક્તો અલગ અલગ આયોજનો કરતા હોય છે. ભગવાન શંકરને અતિ પ્રિય એવા રૂદ્રીથી ભગવાન શંકરનો અભિષેક કરવામાં આવે છે. રાજ્યમાં એવી અનેક સંસ્કૃત પાઠશાળા છે જ્યાં ઋષિકુમારોને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે. વૈદિક પરંપરાથી આજની પેઢી જોડાય તે માટે અનેક પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે સુરત ખાતે આવેલા સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણમાસ દરમિયાન વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 100થી વધારે ઋષિકુમારોએ આમાં ભાગ લીધો હતો.


વૈદિક પરંપરાને લોકો જાણે તે માટે કરાયું આયોજન!

ભગવાન ભોલેનાથની જ્યારે વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે લઘુરૂદ્ર સામાન્ય રીતે કરવામાં આવે છે. જો તેનાથી વિશેષ પૂજા કરવી હોય તો મહારૂદ્ર કરવામાં આવતો હોય છે અને તેનાથી પણ જો વિશેષ પૂજા કરવી હોય તો અતિરૂદ્રનું આયોજન કરવામાં આવતું હોય છે. ૧ લઘુરુદ્ર એટલે  નમસ્તે .... રુદ્રાષ્ટાધ્યાયી (પાંચમો અધ્યાય) નમકચમક સાથે ના ૧૨૧ આવર્તન અને આવા ૧૧ લઘુરુદ્ર એટલે ૧૩૩૧ આવર્તન અને ૧ મહારુદ્ર બને છે. તેમજ આવા ૧૧ મહારુદ્ર એટલે ૧૪, ૬૪૧(ચૌદ હજાર છસો એકતાલીસ) આવર્તન થાય ત્યારે ૧ અતિરુદ્ર થાય. આવી રીતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન ૧૦૦ થી વધારે ઋષિકુમારો પાંચમાં અધ્યાયનું આવર્તન કર્યું હતું. જ્યારે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જતા હોય છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે