Gopal Italiaએ કયા આધાર પર કહ્યું કે ભાજપની હવા કાઢી નાખી!| કહ્યું - મનસુખ માંડવીયા ભાગ્યા ભાવનગરથી.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-05 11:35:55

શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. ભાજપ સામાન્ય રીતે ઉમેદવારોને લઈ સરપ્રાઈઝ આપતું હોય છે. એવા ચહેરાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે જેના વિશે સામાન્ય રીતે કોઈને ખબર નથી હોતી. રાજ્યસભાના પૂર્વ સાંસદ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રિપીટ કરવામાં ન આવ્યા હતા. જેને લઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે આ બંને મંત્રીઓને લોકસભા લડાવવામાં આવશે. 

ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહાર!

સંભાવનાઓ હતી કે રાજકોટથી પરષોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવામાં આવે અને મનસુખ માંડવિયાને ભાવનગરથી પરંતુ  પોરબંદરથી મનસુખ માંડવિયાને ટિકીટ આપવામાં આવી. જે બાદ આની પાછળ ભાજપ દ્વારા શું ગણિત કરવામાં આવ્યું તેની વિચારણા ચાલુ કરવામાં આવી. ગુજરાતની 11 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી અને તેને લઈ અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેવા માગે છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની હવા કાઢી નાખી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે