ફરી એક વખત રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયો માનહાનિનો કેસ! જાણો રાહુલ ગાંધી વિરૂદ્ધ કોણે કેસ કર્યો દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-13 09:42:34

રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ મોદી સરનેમને લઈ આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. જે મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. આ મામલો હજી શાંત નથી થયો, આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ અંગે સુનાવણી થવાની છે ત્યારે તો રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ દ્વારા કરવામાં આવ્યો છે. વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ સાવરકરના વંશજ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

  

વીર સાવરકરના વંશજે કર્યો રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 2019માં મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા ઉપરાંત બે વર્ષની સજા પણ ફટકારી હતી.જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે તો રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. વીર સાવરકર પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કરાયો છે. આ વખતે માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ સત્યકી સાવરકર દ્વારા કરાયો છે.

હિમંત બિસ્વા સરમા પણ કરી શકે છે માનહાનિ કેસ દાખલ! 

આ અંગે વાત કરતા સત્યકી સાવરકરે રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીએ આ વર્ષે યુનાઈટેડ કિંગડમમાં પોતાની હાલિયા યાત્રા દરમિયાન વીર સાવરકર માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. વીર સાવરકરના વંશજ ઉપરાંત રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની વાત આસામના મુખ્યમંત્રી  હિમંત બિસ્વા સરમા દ્વારા પણ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા અદાણીને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું. જેમાં અનેક પૂર્વ કોંગ્રેસી નેતાઓના નામ જોડવામાં આવ્યા હતા. આ નામમાં આસામના મુખ્યમંત્રીનો પણ સમાવેશ થયો હતો. આ મામલે હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ કરવાની વાત પણ કહી હતી.  


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે