ફરી એક વખત કાળઝાળ ગરમીનો કરવો પડશે અહેસાસ! તાપમાનમાં થશે વધારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-01 08:49:26

થોડા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. માવઠાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવેથી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદીઓએ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં ગરમીનું જોર વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે. 



અમદાવાદ માટે યલો એલર્ટ કરાયું જાહેર!

તાપમાનમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં હળવો નહીં પરંતુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. અચાનક પડેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ આવ્યો હતો. કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આગામી દિવસો માટે તાપમાન વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. અમદાવાદ માટે આજે અને 4 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



કમોસમી વરસાદને કારણે મે મહિનામાં નોંધાયું ઓછું તાપમાન! 

ઉલ્લેખનિય છે કે મે મહિના દરમિયાન કાળઝાળ ગરમી પડતી હોય છે. આ વખતે મે મહિનામાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. પરંતુ વચ્ચે વચ્ચે પડતા વરસાદને કારણે તાપમાનમાં ફેરફાર આવતો રહેતો હતો.  સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું નોંધાતું હોય છે પરંતુ આ વર્ષે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પરંતુ જૂન મહિનામાં ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે. 


ગુજરાતમાં ચોમાસાને લઈ કરવામાં આવી આગાહી!

15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસુ મોડું બેસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે. સૌથી પહેલું ચોમાસુ કેરળમાં બેસતું હોય છે. પરંતુ આ વખતે કેરળમાં જ ચોમાસુ 15 જૂન આસપાસ બેસવાનું છે. એટલે ગુજરાતમાં 22 જૂન બાદ ચોમાસું બેસી શકે છે.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે