ગોપાલ ઈટાલીયા સામે વધુ એક ફરીયાદ, કૃષ્ણ ભગવાન પર શું કરી હતી ટીપ્પણી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 13:46:07

શ્રીકૃષ્ણ ભગવાન પર શું કરી હતી ટીપ્પણી?

વાત આખી એમ છે કે અરવિંદ કેજરીવાલ દ્વારકાની મુલાકાતે હતા, ખેડૂતો માટે મફત વિજળીની જાહેરાત કરી હતી, ગોપાલ ઈટાલીયા સંબોધન કરી રહ્યા હતા, ત્યાં આ વાક્ય એ બોલ્યા હતા શ્રીકૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે. આહિર સમાજના એક યુવક અમિત આહિરની ધાર્મીક લાગણી એમાં દુભાઈ અને એટલે ભાવનગરના ઉમરાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે પણ આઈપીસી 295એ, આઈપીસી 298એની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

આ પહેલા સુરતમાં ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી કહેતા ફરીયાદ થઈ

હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી અને ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી ગોપાલે કહ્યું હતું તો એની સામે સુરતમાં ફરીયાદ નોંધાઈ હતી, હવે એક એફઆઈઆરના ચક્કરમાંથી ઈટાલીયા બહાર આવે એ પહેલા બીજી ફરીયાદ થઈ ગઈ છે.

 

હજું ચૂંટણી પહેલા બીજું ઘણું બધુ થશે?

ગોપાલ ઈટાલીયાના જૂના વિડીયો ચૂંટણી પહેલા માર્કેટમાં આવવાની પુરી સંભાવના છે જેમાં એ હિંદૂ ધર્મ, સભ્યતા, બ્રાહ્મણ અને કથાકારો માટે બેફામ બોલી ચુક્યા છે, પણ ત્યારે એ રાજનીતિમાં નહોતા, હવે જૂની વાતો ગમે ત્યારે બહાર આવી શકે છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.