તમારા જમાવટને એક વર્ષ પુરૂ| હાજર છીએ એપ્લિકેશન સાથે!|Chhotaudepurના બાળકોની વચ્ચે મનાવ્યો બર્થડે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-25 15:38:14

છેલ્લા એક વર્ષમાં ગુજરાતે અમને ખૂબ પ્રેમ આપ્યો છે. એક નાનકડા સપનાથી શરૂ થયેલી સફર આજે એક મુકામે પહોંચી ગઈ છે. લાખો લોકોનો પ્રેમ અમને મળી રહ્યો છે. એક વર્ષની સફરમાં અનેક વખત અમે એવા પ્રશ્નોની રજૂઆત કરી છે જે દરેક ગુજરાતીને જાણવું જોઈએ. આપણે શહેરમાં વસીએ છીએ પરંતુ ગુજરાતમાં જ અંતરિયાળ વિસ્તારો એવા છે જે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જમાવટે પોતાનો બર્થ-ડે એ ગામડામાં જઈને સેલિબ્રેટ કર્યો જ્યાં પાકા રસ્તાઓ નથી, વીજળી નથી, શાળા છે પરંતુ ત્યાં માત્ર 8 જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એપ્લિકેશન પણ આ જ વિદ્યાર્થીઓના હસ્તે લોન્ચ કરવામાં આવી છે. છોટાઉદેપુરના બાળકો વચ્ચે પહેલો બર્થ-ડે જમાવટે મનાવ્યો હતો. 

નાના બાળકોના હસ્તે લોન્ચ થઈ જમાવટની એપ્લિકેશન  

જમાવટ આજે પોતાની પહેલી બર્થ-ડે મનાવી રહ્યું છે. એક વર્ષની આ યાત્રા બહુ જ યાદગાર રહી. અનેક એવા પ્રશ્નો અમે આ સફર દરમિયાન ઉઠાવ્યા જે સામાન્ય માણસને સીધી રીતે અથવા તો આડકતરી રીતે તમારા જીવન પર અસર કરતા હોય છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો પણ વિકાસના એટલા જ હકદાર છે. તે પણ સન્માનના હકદાર છે. મોટા માણસોના હસ્તે અમે અમારી એપ્લિકેશન લોન્ચ કરાવી શકતા હતા. પરંતુ અમે એવા બાળકોના હસ્તે એપ્લિકેશન લોન્ચ કરાવી જેમણે નાની ઉંમરમાં જ અનેક સંઘર્ષો જોયા છે. અનેક મુશ્કેલી વેઠ્યા બાદ પણ સપના જવાનું નથી છોડતા. એ આંખોમાં પણ એ જ સપના છે જે આપણી આંખોમાં હોય છે. નાની આંખોમાં મોટા સપના જોવા. સંઘર્ષોથી ઘેરાયેલા હોવા છતાંય એ બાળકોએ શાળામાં જવાનું નથી છોડ્યું. આ છે અમારા હમસફર નિરાશ થયા વગર, સોનેરી ભવિષ્યની શોધમાં સતત ઉજાસ પાથરતા બાળકોની વચ્ચે પહોંચ્યું છે જમાવટ.  

  

એક વર્ષમાં અમને સમજાયો સંઘર્ષનો ખરો અર્થ!

જે બાળકો વચ્ચે જમાવટે પોતાના બર્થડે સેલિબ્રેટ કર્યો છે તે બાળકો અને અમારી વચ્ચે એક જ સામ્યતા છે દરેક અવરોધો, દરેક મુશ્કેલીઓ, પડકાર અને સિમીત સંશાધનો વચ્ચે જોવાયેલા વિશાળ સપનાઓની. અને આજ સામ્યતા અમને છોટા ઉદેપુર ખેંચી ગઈ હતી. એ બાળકો જેમની આંખોમાં વિશાળ સપના જોવાની હિંમત છે. સંઘર્ષો વચ્ચે પણ પોતાને સાબિત કરવાની.  જમાવટના એક વર્ષમાં જે અનુભવ અમને થયો તેના પરથી અમને સાહસનો ખરો અર્થ સમજાયો.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે