વડોદરામાં રખડતા પશુઓને પકડવાની થઈ રહી છે કામગીરી, મુખ્યમંત્રીના આદેશ બાદ કાર્યવાહી તેજ


  • Published By :
  • Published Date : 2023-01-17 13:28:25

રાજ્યમાં રખડતા પશુઓને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અનેક વખત લોકો રખડતા પશુઓનો ભોગ પણ બનતા હોય છે. રખડતા પશુઓ  ઉપરાંત રખડતા શ્વાનનો આતંક પણ વધી ગયો છે. થોડા દિવસ પહેલા રખડતા પશુને કારણે જીવ ગયો હતો. ત્યારે વડોદરામાં રખડતા પશુને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.



તંત્ર દ્વારા રખડતા પશુને પકડવાની ચાલતી કામગીરી  

રખડતા પશુઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકોના મોત થયા છે ત્યારે વડોદરામાં રખડતા પશુનો પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં રખડતા પશુને કારણે કોઈનું પણ મોત ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


ચારેય ઝોનમાં થઈ રહી છે કામગીરી

વહેલી સવારથી વડોદરા ખાતે તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના ચારેય ઝોનમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. રખડતા ઢોરની સાથે રખડતા શ્વાનનો પણ પ્રશ્ન હલ થવો જોઈએ.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે