બજેટ સત્રના છેલ્લા દિવસે વિપક્ષનો ફ્લેગ માર્ચ, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2023-04-06 14:09:18

સંસદમાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો.અનેક વખત હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસીની માગ કરાઈ હતી તો ભાજપે લંડનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ માફી માગે તેની માગ કરી હતી. જેને કારણે અનેક વખત લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે સત્રના અંતિમ દિવસે વિપક્ષી પાર્ટી દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

   

વિપક્ષનુું તિરંગા માર્ચ 

અદાણી મુદ્દે વિપક્ષનું આક્રામક રૂપ જોવા મળ્યું હતું. વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરાઈ હતી. અનેક વખત ભારે હોબાળો થતાં સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. બંને સદનોમાં અનેક વખત ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે વિપક્ષી પાર્ટીઓ દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય ચોક સુધી આ માર્ચ નિકાળવામાં આવી હતી. 


મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર પ્રહાર કર્યા 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમે જાણીએ છે કે કેવી રીતે માત્ર 2.5 વર્ષમાં અદાણીની સંપત્તિ 12 લાખ કરોડ થઈ ગઈ. 50 લાખ કરોડનું બજેટ કેવી રીતે માત્ર 12 મિનિટની અંદર પાસ કરવામાં આવ્યું. આ સવાલ તેમને હંમેશા પૂછ્યો પરંતુ જ્યારે અમે બોલવા ઉઠતા હતા, નોટિસ આપતા હતા તો તેની પરવાનગી આપવામાં આવી ન હતી. મને રાજનીતિમાં કામ કરતા 50-52 વર્ષ થઈ ગયા પરંતુ આવો સમય ક્યારે પણ નથી જોયો.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે