લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, અધ્યક્ષ પર લગાવ્યો આ ગંભીર આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:57:01

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ મોદી સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. દરમિયાન, સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે વિપક્ષી પાર્ટી સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે પણ વાત કરી રહી છે.


સ્પીકરનું ગૃહમાં પક્ષપાતી વલણ


કોંગ્રેસના ટોચના સૂત્રએ એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું કે વિપક્ષી પાર્ટીઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. આ સૂત્રએ જણાવ્યું હતું કે ગૃહમાં પક્ષપાતી વલણને કારણે સોમવારે બિરલા સામે અવિશ્વાસની દરખાસ્ત લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરી રહી છે.


ગૃહમાં માઈક મ્યૂટ કરવાનો કોંગ્રેસનો આરોપ


કોંગ્રેસનો આરોપ છે કે વિપક્ષની માંગણીઓને દબાવવા માટે લોકસભામાં માઈક બંધ કરવામાં આવી રહ્યું છે. 17 માર્ચના રોજ, કોંગ્રેસે ટ્વિટર પર એક ક્લિપ શેર કરી હતી. આ ક્લિપમાં કથિત રીતે લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષના વિરોધ દરમિયાન મ્યૂટ કરાયેલ ઓડિયો બતાવવામાં આવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે