શું ગુજરાત, પંજાબ અને હિમાચાલ OPS અમલી બનશે?, અર્થશાસ્ત્રીઓએ તે અંગે ચિંતા વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-11-13 19:36:28

દેશના વિવિધ રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગણી બુલંદ બની છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચાલ પ્રદેશ અને ઝારખંડમાં સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કર્મચારીઓના મત મેળવવા માટે કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી છે. જો કે આ કર્મચારીઓની માગને લઈ દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે. 


અગ્રણી અર્થશાસ્ત્રીઓએ OPSને લઈ શા માટે વાંધો ઉઠાવ્યો?


દેશના અગ્રણી અર્થશાસ્ત્રી અને બેંગલુરૂ સ્થિત ડો. બીઆર આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના કુલપતિ એન આર ભાનુમૂર્તિએ કહ્યું કે NPS વિવિધ સ્તરે ખુબ જ વિચાર-વિમર્સ બાદ લાગુ કરવામાં આવી છે, અને સ્વતંત્ર ભારતનો સૌથી મોટો રોજકોષિય સુધાર છે. તેના કારણે સરકાર પર નાણાકીય બોજ ઘટ્યો છે, અને રાજ્ય સરકારોની રાજકોષિય સ્થિતી પણ ઘણી સુધરી છે. તેમણે કહ્યું કે જો  OPSને સમગ્ર દેશમાં અમલી કરવામાં આવશે તો તેની નાણાકીય અસર ઘણી વ્યાપક થશે. જાહેર દેવાનું વ્યવસ્થાપન તથા સરેરાશ જીડીપી વૃધ્ધી દર પણ તેની અસર પડશે. જીડીપી વૃધ્ધી દર સાત ટકાથી વધવાની સંભાવના ઘટીને છ ટકા પર આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે OPS લાગુ કરવાથી સરકારી ક્ષેત્રમાં કામ કરનારા સરકારી નોકરીયાતોને જ લાભ થશે, જો કે તે કુલ વસ્તીનો ખુબ જ નાનો ભાગ જ છે.  સરકારી કર્મચારીઓની સાથે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ સહિતના લોકોને પણ સામાજીક સુરક્ષાનો લાભ મળવો જોઈએ. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે