ગુજરાતમાં જીતેલા 182 ધારાસભ્યોમાંથી 40 ધરાવે છે ગુનાહિત ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2022-12-11 18:54:21

ગુજરાત વિધાનસભાના પરિણામો આઠમી ડિસેમ્બરના રોજ આવ્યા હતા. જેમાં ભાજપના ફાળે 156 સીટો આવી છે. કોંગ્રેસના ભાગમાં માત્ર 17 સીટો આવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવવામાં સફળતા હાંસલ કરી છે. ત્યારે ADRનો રિપોર્ટ આવ્યો છે. ADR એટલે Association For Democratic Reformએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં 182માંથી 40 MLA પર ક્રિમીનલ કેસ ચાલી રહ્યા છે.

Association for Democratic Reforms | Improving and Strengthening Democracy  in India


182માંથી 40 ધારાસભ્યો સામે નોંધાયો છે ગુન્હો

ચૂંટણી પૂર્વે ઉમેદવારોને એફિડેવિટ સબ્મિટ કરાવી પડે. જેની અંદર ઉમેદવારે પોતાની સંપૂર્ણ જાણકારી આપવી પડે. આ એફિટેવિટ પ્રમાણે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે જેમાં ગુનાહિત એમએલએની વિગતો આપવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર 182માંથી 40 MLA ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ 40માંથી 29 MLA પર ગંભીર ગુન્હાઓ બોલે છે. આ 29 MLAમાં ભાજપના 20 MLAનો સમાવેશ થાય છે, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 2, અપક્ષના 2 અને એક સમાજવાદી પાર્ટીના MLA કાંધલ જાડેજાનો સમાવેશ થાય છે.


2017 કરતા 2022માં ઓછા છે ગુન્હાહિત MLA

2022માં 2017 કરતાં ઓછા ધારાસભ્યો છે જેમની સામે ગુન્હો નોંધાયો હોય. 2017માં 47 ધારાસભ્યો સામે કેસ ચાલતા હતા. કોંગ્રેસના ધારાસભ્યની વાત કરીએ તો વાંસદના ધારાસભ્ય અનંત પટેલે, પાટણના કિરીટ પટેલ તેમજ ઉના ભાજપના ધારાસભ્ય કલુભાઈ રાઠોડ ગંભીર ગુન્હો ધરાવે છે. ઉપરાંત કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, જેઠા ભરવાડ, જનક તાલવિયા તેમજ ચૈતર વસાવા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે