દેશની 40%થી વધુ સંપત્તી પર 1% અમીરોનો કબજો, 50% વસ્તી પાસે માત્ર 3% સંપત્તી: Oxfam રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-16 17:14:21

ભારતની કુલ સંપત્તીના 40 ટકાથી વધુ હિસ્સા પર દેશના માત્ર એક જ ટકા અમીર લોકોનો કબજો છે. જ્યારે 50 ટકા વસ્તી પાસે કુલ સંપત્તીના માત્ર ત્રણ જ ટકા છે. આ જાણકારી ખ્યાતનામ સમાજસેવી સંગઠન ઓક્સફેમ ઈન્ટરનેશનલના એક લેટેસ્ટ રિપોર્ટમાં બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાઈ રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકમાં પહેલા જ દિવસે આ રજુ કરવામાં આવેલા આ રિપોર્ટમાં ઓક્સફેમએ આર્થિક અસમાનતાને ઘટાડવા માટે બજેટમાં ઉપાય કરવાની માગ કરી છે. 


કોરોનાકાળમાં અબજોપતિઓની સંપત્તી 121 ટકા વધી


ઓક્સફેમની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં  કોરોનાકાળ દરમિયાન અબજોપતિઓની સંપત્તીમાં 121 ટકાનો વધારો થયો છે. વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો તેમની સંપત્તી દરરોજ  3,608 કરોડ રૂપિયા વધી છે. દેશમાં અબજોપતિઓની સંખ્યા 2020માં 102 હતી જે 2022માં દોઢગણી વધીને 166 જેટલી થઈ છે.  રિપોર્ટ પ્રમાણે દેશના 100 સૌથી મોટી ઉદ્યોગપતિઓની કુલ સંપત્તી વધીને 660 અબજ ડોલર એટલે કે લગભગ 54.12 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.  


ટેક્સ ભરવામાં સૌથી ઓછું યોગદાન


દેશના અબજોપતિઓની સંપત્તી ભલે વધી હોય પણ  તેમ છતાં તેમનું ટેક્સભરવામાં યોગદાન ખુબ જ ઓછું રહ્યું છે. રિપોર્ટ મુજબ 2021-22ના  દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા 14.83 લાખ કરોડ રૂપિયામાં દેશના 10 સૌથી મોટા અમીર લોકોનું યોગદાન માત્ર 3 ટકા જ રહ્યું છે. જ્યારે તેમા 64 ટકા લોકો યોગદાન એવા લોકોનું છે જેમની હેસિયત દેશના સૌથી નબળા 50 ટકા લોકોમાં આવે છે. 


દેશમાં ગરીબો ભરે છે વધુ ટેક્સ 


રિપોર્ટમાં એ બાબતનો પણ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે દેશમાં ગરીબ લોકો તેમની આવકના પ્રમાણમાં સૌથી વધુ ટેક્સ ચૂંકવે છે. અમીરોની તુલનામાં તેમને જરૂરી ચીજો અને સર્વિસ પર વધુ ખર્ચ કરવો પડે છે અને તેના પર તે મોટા પ્રમાણમાં જીએસટી ચૂકવે છે. રિપોર્ટમાં દેશના અમિરોને ટેક્સમાં યોગદાન વધારવાની હિમાયત કરવામાં આવી છે. 


અબજોપતિઓ પર  2% ટકા જેટલો lump sum tax લગાવો


સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ નામના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત દેશના અબજોપતિઓની  કુલ સંપત્તી પર 2 ટકા જેટલો પણ લમસમ  ટેક્સ લગાવે તો પણ કુપોષણના શિકાર લોકોને પુરતુ પોષણ આપી શકાય છે. આ 2 ટકા ટેક્સ દ્વારા 40,423 કરોડ રૂપિયા એકઠા કરી શકાય છે. દેશના 10 ટકા સૌથી અમિર લોકો પર 5 ટકા જેટલો વન ટાઈમ ટેક્સ લગાવવામાં આવે તો 1.37 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરી શકાય છે. આ રકમ નાણાકિય વર્ષ 2022-23 માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલયના કુલ બજેટમાં દોઢગણાથી પણ વધુ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે