PAASના કન્વીનર દિનેશ બાંભણિયા મારામારીના કેસમાં નિર્દોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:59:24

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના સભ્ય દિનેશ બાંભણિયાને કોર્ટે એક મારા મારીના કેસમાં મોટી રાહત આપી છે. 2014 -15ના મારામારીના કેસમાં પાસ નેતા દિનેશ બાંભણિયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા કર્યા છે. દિનેશ બાંભણિયા વિરુદ્ધ કમળાપુર મંડળીમાં મારામારીનો ગુનો નોંધાયો હતો. 


દિનેશ બાંભણિયા સામે આરોપ શું હતો?


પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સામે પોતાના જ ગામ કમળાપુર મંડળીમાં 2015માં મારામારી કરી હોવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મારામારીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો જો કે કોર્ટે આજે દિનેશ બાંભણિયાને નિર્દોષ ઠેરવ્યા છે.


દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે PAASના કન્વીનર દિનેશ બાંભણિયા થોડા  દિવસ અગાઉ ટ્વિટ કરી પોતે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય માહોલ વચ્ચે પાટીદાર અગ્રણીયો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો કરાયા તેને લઈને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આથી PAASના પ્રાથમિક 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. જેની સંખ્યામાં આગામી સમયમાં વધારો પણ થઇ શકે છે તેમ જણાવાયું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે