પાક આર્મી ચીફ અસીમ મુનીર કરશે ટ્રમ્પની સાથે લંચ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-18 15:43:16

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

 

 પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરએ અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આજના દિવસ માટે બ્રિફિંગ બહાર પાડ્યું છે. જે અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાના સમય મુજબ બપોરે ૧ વાગ્યે સાથે લંચ લેશે. આ ખબર એવા સમયે આવી છે જયારે વ્હાઇટ હાઉસે એ ખબરને રદિયો આપ્યો હતો કે અસીમ મુનીર અમેરિકી સેનાના ૨૫૦માં સ્થાપના દિવસે આવવાના છે. જોકે હવે સત્તાવાર રીતે મુનીરનાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના લંચ માટેની જાહેરાત કરવામાં આવી છે.  થોડાક સમય પેહલા જયારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હતો , ત્યારે ખબર આવી હતી કે , અસીમ મુનીરને ૧૪મી જૂનના રોજ  અમેરિકાની સેનાની સ્થાપનાને ૨૫૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે , પાકિસ્તાન ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને વોશિંગટન બોલાવવામાં આવ્યા છે. જોકે આ બાબતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસની ખુબ જ આલોચના થઇ  આ પછી જે દિવસે આ કાર્યક્રમ હતો તે દિવસે આ ખબરનું ખંડન કરવામાં આવ્યું હતું. હાલમાં અસીમ મુનીર અમેરિકાના પ્રવાસે છે ત્યારે વૉશિન્ગટનના ફોર સીઝન્સ હોટેલમા રોકાયા છે , તેમણે વિદેશી પાકિસ્તાનીઓ અને ઇમરાન ખાનની પાર્ટી PTIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો . લોકોએ તેમની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું . અસીમની વિરુદ્ધમાં લખવાંમાં આવ્યું હતું , શેમ ઓન યુ માસ મર્ડરર . ઇસ્લામાબાદ કાતિલના નારા લગાવ્યા હતા. આ પ્રદર્શનકારીઓમાં મોટાભાગના ઓવસસીઝ પાકિસ્તાનના લોકો હતા . આપને જણાવી દયિકે આશરે ૧૫ વર્ષ પછી કોઈ પાકિસ્તાની આર્મી જનરલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળ્યા છે. 

Asim Munir - Wikipedia

હવે વાત કરીએ ભૂતકાળમાં ક્યા પાકિસ્તાની જનરલો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોને મળેલા છે? ભૂતકાળમાં પાકિસ્તાનના બે ભૂતપૂર્વ લશ્કરી શાસક , મોહમ્મદ ઝિયા ઉલ હક અને પરવેઝ મુશર્રફ અમેરિકન રાષ્ટ્રપતિઓને મળેલા છે. વાત કરીએ જનરલ ઝિયા ઉલ હકની તો તે , અમેરિકાના બે રાષ્ટ્રપતિઓને ૧૯૮૦ના દાયકામાં મળેલા છે . જેમ કે , જિમ્મી કાર્ટર અને રોનાલ્ડ રિગંનને . તે વખતે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં USSR ને ઉખાડી ફેંકવા માટે ફ્રન્ટલાઈન સ્ટેટ હતું. જિયા ઉલ હકના સમયમાં પાકિસ્તાની મિલિટરી અને ઇન્ટેલિજન્સ સર્વિસીસએ CIA સાથે કામ કર્યું હતું. તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને તો , ડિસેમ્બર ૧૯૮૨માં ઝિયા ઉલ હકનું જાહેરમાં સ્વાગત કર્યું હતું  વાત કરીએ જનરલ પરવેઝ મુશર્રફની , તેઓ માર્ચ ૨૦૦૦માં તત્કાલીન યુએસના પ્રમુખ બિલ ક્લિન્ટનને મળ્યા હતા . આ પછી પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ ૨૦૦૬માં ઇસ્લામાબાદની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ જનરલ પરવેઝ મુશર્રફને મળ્યા હતા. તે વખતે યુએસએ પાકિસ્તાનને ૧૦ બિલિયન ડોલરની લશ્કરી અને આર્થિક સહાય આપી હતી. વોશિંગટને પાકિસ્તાનને "મેજર NATO " અલાયનું બિરુદ આપ્યું હતું. આ પછી જનરલ કમાર જાવેદ બાજવા , જુલાઈ ૨૦૧૯માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા  કેમ કે તે વખતે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માંગતું હતું . પણ તે સમયે જનરલ બાજવા પૂર્વ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન સાથે વૉશિન્ગટનની મુલાકાતે ગયા હતા. 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.