Pakistan - બિલાડીઓની કરાશે ભરતી! ઉંદરડાના ત્રાસથી છુટકારો મળે તે માટે ફાળવ્યા આટલા રૂપિયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-08-21 16:47:44

ઉંદરડાનો ત્રાસ ઘરમાં હોય તે સામાન્ય બાબત છે પરંતુ તેનો ત્રાસ સંસદમાં હોય તો! આ ત્રાસથી છૂટવા માટે સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે તો! ત્રાસથી મુક્તિ મેળવવા સંસદમાં બિલાડીઓની ભરતી કરવામાં આવે તો? આ વાંચીને તમને નવાઈ લાગી હશેને, કે આવું તો ના હોય.. પરંતુ આ વાત સાચી છે.. પાકિસ્તાનથી આવી ઘટના સામે આવી છે... પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની કૈપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઉંદરડા પકડવા માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. 



ઉંદરડાથી મુક્તિ મેળવવા માટે ફાળવામાં આવ્યું સ્પેશિયલ બજેટ!

પાકિસ્તાન સામે અનેક પડકારો છે.. આર્થિક રીતે તે ખરાબ પરિસ્થિતિમાં હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પરંતુ પાકિસ્તાનથી એવા સમાચાર સામે આવ્યા જે સાંભળી નવાઈ લાગે તેવા છે.. પાકિસ્તાની સંસદમાં ઉંદરડાના ત્રાસથી મુક્તિ મેળવવા સરકારે શિકારી બિલાડીઓને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.. ત્યાંના સ્થાનિક રિપોર્ટ અનુસાર આના માટે સ્પેશિયલ બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.. સંસદમાં રહેલી ફાઈલોને ઉંદરડાને કારણે મોટા પાયે નુકસાન થતું હતું. અનેક ફાઈલોને કોતરી નાખી છે.. ગોપનીય ફાઈલોને પણ ઉંદરડાને કારણે નુકસાન પહોંચ્યું છે. ઉંદરડાનો ત્રાસ પાકિસ્તાનની સંસદમાં સતત વધી રહ્યો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો તેવી વાત ત્યાંના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે. 



જ્યારે ફાઈલ મંગાવવામાં આવી તો ખબર પડી કે! 

મીડિયાના રિપોર્ટ અનુસાર જ્યારે કમિટીએ 2008નો રિપોર્ટ મંગાવ્યો, રિપોર્ટ કમિટી સામે પ્રસ્તુત પણ કરવામાં આવ્યો.. પરંતુ તે ફાઈલમાં રહેલા પેપરને ઉંદરડા ખાઈ ગયા હતા. ફાઈલમાં સબૂતો હતા જ નહીં.. ઉંદરડાનો ત્રાસ એટલા બધો વધી ગયો કે વર્ષ માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અંદાજીત 3 લાખ 63 હજાર ભારતીય રૂપિયા થઈ શકે છે. આ બજેટ એટલા માટે ફાળવવામાં આવ્યું કે ફાઈલોને ઉંદરડાથી બચાવવામાં આવે... એવી માહિતી પણ સામે આવી છે કે ઉંદરડા રાતના સમયે નુકસાન કરે છે.


ઉંદરડાથી મુક્તિ મેળવવા કરાયો આ પ્રયત્ન!

મીડિયા રિપોર્ટ અનુસાર ઉંદરડાથી મુક્તિ મળે તે માટે કંપનીઓને બોલાવવામાં આવી છે. રોજે કામ કરતા લોકો તો ઉંદરડાથી ડરતા નથી પરંતુ જો કોઈ બીજું વ્યક્તિ જોઈ જાય તો તે ડરી જાય...!  જાહેરાતો બહાર પાડવામાં આવી છે.  ત્યારે આને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..         



ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .