પાકિસ્તાનની વસ્તી વધીને 25 કરોડ થઈ, 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર, 6 વર્ષમાં જ 3.5 કરોડ લોકોનો વધારો


  • Published By :
  • Published Date : 2023-08-06 16:08:54

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં થયેલી વસ્તી ગણતરી આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ પાકિસ્તાનમાં પાકિસ્તાનની વસ્તી વધીને  કરોડ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં જ 25 કરોડ લોકોનો વધારો થયો છે. ગરીબી, આર્થિક બેહાલી, બેકારી અને મોંઘવારી સહિતના પડકારોનો સામનો કરી રહેલી પાકિસ્તાનની શાહબાઝ શરીફની સરકાર માટે વધતી વસ્તી ચિંતાનો વિષય બની છે.


PM શરીફે ચિંતા વ્યક્ત કરી


પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે વધતી જન સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર આર્થિક તંગીવાળા રાષ્ટ્ર માટે "મોટો પડકાર" દર્શાવે છે. શરીફે કહ્યું, "પાકિસ્તાનનો વસ્તી વૃદ્ધિ દર પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ કરતા વધુ છે." શેહબાઝ શરીફની અધ્યક્ષતામાં 'કાઉન્સિલ ઓફ કોમન ઈન્ટરેસ્ટ' (CCI)ની બેઠકમાં આયોજન મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનની વસ્તી વધીને 24.01 કરોડ થઈ ગઈ છે. આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ, પ્રાંતીય મુખ્યમંત્રીઓ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં હાજર રહેલા તમામ લોકોએ માર્ચ અને એપ્રિલમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીના પરિણામોને સર્વસંમતિથી મંજૂરી આપી હતી. વસ્તીગણતરી કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને ડેટા એકત્ર કરે છે, જ્યારે લોકો પાસે તેમના ઘરની વિગતો પણ ઓનલાઈન આપવાનો વિકલ્પ હતો.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.