રાહુલ ગાંધીની હાજરીમાં લાગ્યા પાકિસ્તાન જીંદાબાદના નારા, કોંગ્રેસે વીડિયોને Fake ગણાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-25 18:04:11

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા સાથે વિવાદ જોડાઈ ગયો છે. મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પ્રભારીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. આ વીડિયો વાયરલ થતા ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી પોતાની પ્રક્રિયા આપી છે. જ્યારે કોંગ્રેસે આ ટ્વિટરને ખોટો ગણાવ્યો છે.

પાકિસ્તાન જીંદાબાદના લાગ્યા નારા 

ભારત જોડો યાત્રા પર અનેક વખત ભાજપ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની આ યાત્રા પર રાજનીતિ ગરમાઈ છે. ભાજપના એક નેતા દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રામાં ખુલ્લેઆમ પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસે પોતાના ઓફિશીયલ ટ્વિટર અકાઉન્ટ પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો છે.

 

શિવરાજસિંહ ચૌહાણે આપી પોતાની પ્રતિક્રિયા 

આ વાતને લઈ શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા છે, આ ભારત જોડવાની યાત્રા છે કે ભારતને તોડવા વાળાઓને જોડે લાવવાની યાત્રા છે. પાકિસ્તાન જીંદાબાદનો નારો લગાવવા વાળાને કોઈ પણ કિંમત પર છોડવામાં આવશે નહીં.

કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા આરોપ

કોંગ્રેસે આ વીડિયોને લઈ ટ્વિટ કરી છે કે ભારત જોડો યાત્રાને મળી રહેલા જનસમર્થનને લઈ ભાજપ ડરી ગઈ છે. ભાજપે યાત્રાને બદનામ કરવા આ ફરજી વીડિયો ચલાવ્યો છે. આને લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમે ભાજપ દ્વારા કરવામાં આવતા આવા દાવપેચ માટે અમે તૈયાર છીએ. એમને જવાબ આપવામાં આવશે.  


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે