મોરબી ઈફેકટ: સરકાર મોડે-મોડે જાગી, પાલ્લા-વૌંઠાના મેળામાં ચગડોળો બંધ રાખવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2022-11-07 20:14:20

મોરબીની બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સતર્ક બની છે. સરકારના માથે ચૂંટણી હોવાથી હાલ કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા તૈયાર નથી. જો કે આ મોરબી કરૂણાંતિકાની અસર સુપ્રસિદ્ધ પાલ્લા વૌંઠાના લોકમેળામાં પણ જોવા મળી છે. સ્થાનિક વહીવટી તંત્રએ મેળામાં કોઈ પણ પ્રકારની હોનારત ન સર્જાય તે માટે મેળાની ઓળખસમાં ચગડોળો બંધ રાખવાનો આદેશ કર્યો છે.


મેળામાં ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ 


ગુજરાતમાં તરણેતરના મેળા બાદ પાલ્લા વૌંઠાનો આ મેળો રાજ્યનો બીજો સૌથી મોટો મેળો છે. સાત નદીના સંગમ તીર્થ સ્થાને વૌઠા – પાલ્લાનો મેળો ભરાય છે. પાલ્લા – વૌઠાના ભાતીગળ લોકમેળા આ મેળો માણવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત રાજયભરમાંથી લાખો લોકો ઉમટી પડે છે. જો કે આ વખતે ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ છે. 


પશુઓના વેપાર માટે સુવિખ્યાત છે આ મેળો


વૌઠા –પાલ્લામાં ભરતાં મેળાની વિશેષતા એ છે કે, આ મેળામાં પશુધનનો વેપાર થાય છે. જેમાં ખાસ કરીને ઊંટ, ગર્દભ, ઘોડાનો વેપાર  થાય છે. ગધેડાનો વેપાર કરવા માટે રાજયભરમાંથી વેપારીઓ આવે છે. ગત વર્ષના અંદાજ મુજબ 20 હજાર ઉપરાંત ગધેડાનો વેપાર થાય છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે