અમરેલીમાં દીપડાનો બે વર્ષના બાળક પર જીવલેણ હુમલો, એક જ અઠવાડિયામાં વન્ય પ્રાણીઓના હુમલાની ત્રીજી ઘટનાથી હાહાકાર


  • Published By :
  • Published Date : 2023-05-14 15:57:38

અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલા ચિંતાનો વિષય બન્યા છે, અહીં એક જ અઠવાડિયામાં વન્ય પ્રાણીઓના હુમલાની ત્રીજી ઘટનાથી હાહાકાર મચી ગયો છે. અમરેલીના કાતર ગામમાં મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં માલધારી પરિવારના 2 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો અને તેના પર હુમલો કર્યો હતો. જો કે બાદમાં ઘાયલ માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.


ઘટના કઈ રીતે બની?


અમરેલીના કાતર ગામમાં મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં દીપડાએ અચાનક બાળક પર હુમલો કરી દીધો છે. અહીં માલધારી પરિવારના 2 વર્ષના બાળકને દીપડો હુમલા દરમિયાન ગળું પકડી ઉઠાવી ગયો હતો. જોકે, દીપડાના હુમલા બાદ તરત જ પરિવારના લોકોએ હિંમત બતાવી અને તેની પાછળ જતા બાળકને મુકીને દીપડો ભાગી છુટ્યો હતો. જો કે બે વર્ષીય બાળકની સ્થિતિ વધુ ગંભીર થઇ ગઇ હતી. દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને રાજુલાની સિવિલ હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાળકને આ પછી રાજુલાથી મહુવા હૉસ્પીટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યું હતું,  બે વર્ષીય માનવ નામના બાળકનું મોત થઇ ગયુ હતુ. 


વન વિભાગ સામે સ્થાનિકોમાં રોષ


અમરેલીના કાતર ગામમાં બે વર્ષના બાળક પર દીપડાના હુમલાની ઘટના બાદ રાજુલા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે હવે 5 પાંજરા મુકવામાં આવ્યા છે. જોકે અહીં લોકો માટે ચિંતાની વાત એ છે કે ચાર દિવસ પહેલા પણ સિંહ અને દીપડાના હુમલાથી બે બાળકોના મોત થયા હતા. ફરી પાછા દીપડાના હુમલાથી એક બાળકનું મોત નિપજ્યું છે ત્યારે લોકોમાં વન વિભાગ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે