આવતી કાલે પરષોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ, શું ક્ષત્રિય સમાજને મનાવવામાં ભાજપ સફળ જશે? સાંભળો આ વિવાદ મુદ્દે શું કહ્યું C.R.Patilએ?


  • Published By :
  • Published Date : 2024-04-15 17:28:17

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે . ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... આ બધા વચ્ચે આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે આ બધા વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સી.આર.પાટીલને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 

ભાજપના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે થઈ બેઠક 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવાના છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.. એવું લાગતું હતું કે આ વિવાદ શાંત થઈ જશે પરંતુ દિવસેને દિવસે આ વિવાદ ઉગ્ર બની રહ્યો છે. ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ વિવાદને શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ પરંતુ તે બેઠકનું કંઈ પરિણામ ના આવ્યું. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો બધા વચ્ચે આજે સી.આર.પાટીલે આ મામલે પ્રતિક્રિયા આપી છે...


સી.આર.પાટીલે ચાલી રહેલા વિવાદને લઈ કહ્યું.....  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમને પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પૂછવામાં આવ્યું હતું. ત્યારે આજે આ મામલે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ‘ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હું, હર્ષ સહિત અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ. અમારી આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે. આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયત્નો છે. અમે આ બાબતે ગંભીર છીએ. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા આવતી કાલે ઉમેદવારી ફોર્મ નોંધાવાના છે....  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે