BJPના MLA પરસોત્તમ સાબરીયાની કારે ટક્કર મારતા મહિલા સહિત બે વ્યક્તિ ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 18:32:18


હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાની કારને હળવદ-વેગડવા રોડ પર અકસ્માત નડ્યો છે. ધારાસભ્યની કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારે રીક્ષાને ટક્કર મારતા  તેમાં મુસાફરી કરી રહેલા એક પુરુષ અને મહિલાને ઈજા પહોંચી હતી. હાલમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અકસ્માત સમયે જાતે તેમની ઈનોવા કાર ચલાવી રહ્યા હતા. 



ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ


હળવદ-વેગડવા રોડ પર ભાજપના ધારાસભ્યની કારે રીક્ષાને ટક્કર મારી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં ધારાસભ્યની કારના આગળના ભાગે નુકસાન થયું હતું. બીજી તરફ રીક્ષામાં સવાર એક મહિલા તથા એક પુરુષને ઈજા પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી હતી.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.