શહેરની બહાર ઉતારાતા સુરતમાં મુસાફરો થઈ રહ્યા છે હેરાન પરેશાન, હાલાકીનો સામનો કરવા લોકો મજબૂર


  • Published By :
  • Published Date : 2023-02-21 17:57:22

લક્ઝરી બસને કારણે અનેક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સુરતમાં પ્રતિબંધિત સમય દરમિયાન લકઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો. જે બાદ લકઝરી બસ પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશ નહીં કરે તેવો નિર્ણય લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા લેવામાં આવ્યો હતો. આજથી આ નિર્ણયની અમલી કરવામાં આવી છે જેને કારણે વહેલી સવારે વાલક પાટિયા પાસે પેસેન્જર ઉતારી દેવામાં આવ્યા હતા. જેને કારણે મુસાફરોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. અનેક લોકોનું કહેવું છે કે જેટલો ખર્ચ બહારથી સુરત આવવા માટે થયો તેનાથી વધારે ખર્ચો તેમના ઘર સુધી પહોંચવા માટે થયો છે.


મુસાફરોને પડી રહી છે અગવડ 

કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો જેમાં તેમણે રજૂઆત કરી હતી કે પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો અને લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ ન કરે. આ રજૂઆતને સ્વીકારવામાં આવી હતી. જે બાદ આજથી મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવાયા હતા. બસ ઓપરેટરોએ મુસાફરોને વાલક પાટિયા નજીક ઉતારી દીધા હતા. જેને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરિવારજનોએ શહેરની બહાર લેવા આવવું પડે છે તો અનેક લોકોને સાધન કરી ઘર સુધી પહોંચવું પડે છે જેને કારણે મુસાફરીનો ખર્ચો વધી જાય છે. આ નિર્ણયને કારણે અનેક મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે