શિસ્ત પક્ષ ગણાતા ભાજપ પક્ષના કાર્યાલય બહાર તેમના પાટણના કાર્યકર્તાઓનો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-14 17:19:11

ગાંધીનગરની કમલમ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓનો જમાવડો થયો છે. વિવિધ ક્ષેત્રોથી ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ ગાંધીનગરના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે પાટણ અને બાયડના સ્થાનિકોએ અને કાર્યકર્તાઓએ કમલમ બહાર વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચી જવાના કારણે કમલમના દ્વાર બંધ કરી દેવાનો વારો આવ્યો હતો. તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા હોય છે પરંતુ આજે કોઈ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા નથી. ગાંધીનગરના કમલમના મોટા નેતાઓ હાલ અમદાવાદ ખાતેના ભાજપના મીડિયા સેન્ટર પહોંચ્યા છે કારણ કે અમિત શાહ મીડિયા સેન્ટર પહોંચ્યા છે. ભાજપની પંદર બેઠકો પર જ્યાં મુંજવણ છે તેમાં કોને ઉમેદવાર બનાવવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. આથી પાટણના લોકોની માગણી સાંભળવા કમલમ ખાતે કોઈ નથી.  


પાટણમાં રબારી કે ઠાકોરને કે સ્થાનિકને ટિકિટ આપો 

ભારતીય જનતા પાર્ટીએ પાટણ વિધાનસભા બેઠક પરથી બહારના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈને ટિકિટ આપી છે. ભાજપના ડોક્ટર રાજુલ દેસાઈને પાટણ બેઠક પરથી મોકો અપાયો છે. ત્યારે સ્થાનિક ભાજપના લોકોમાં અને ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધનો સૂર રેડાયો હતો અને તેઓ પાટણથી ગાંધીનગર કમલમ કાર્યાલય પર પહોંચ્યા છે. પાટણના લોકો અને પાટણના ભાજપના કાર્યકર્તાઓની માગણી છે કે બહારના વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે. તેમની માગણી છે કે કોઈ સ્થાનિકને અથવા કોઈ રબારી સમાજના વ્યક્તિને અથવા કોઈ ઠાકોર સમાજના વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે