અદાણી બાદ હવે બાબા રામદેવે આપ્યો ઝટકો, 5 મહિનામાં રોકાણકારોના 18 હજાર કરોડ ડુબ્યા


  • Published By :
  • Published Date : 2023-02-06 18:42:54

અદાણી મામલે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે, અદાણીની કંપનીના શેર સતત તુટી રહ્યા છે. જો કે અન્ય એક કંપની પણ છે જેના શેર સતત તુટતા રોકાણકારોનના 7 હજાર કરોડ રૂપિયા  ડુબી ગયા છે. આ કંપની છે યોગ ગૂરૂ બાબા રામદેવની પતંજલી ફૂડ્સ.


7 હજાર કરોડનો ઝટકો


પતંજલી ફૂડ્સના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 24 ફેબ્રુઆરીના દિવસે પતંજલિ ફૂડસના શેરનો ભાવ 1208 રૂપિયા પર હતો જે 3 ફેબ્રુઆરીએ ઘટીને 907 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેરમાં 25 ટકોનો ઘટાડો આવી ચુક્યો છે. 3 ફેબ્રુઆરીએ તો પતંજલિનો શેર લોઅર સર્કિટ પર પહોંચી ગયો હતો. શેર તુટતા કંપનીનું માર્કેટ કેપ 32825.69 જેટલું રહ્યું છે. જે 27 જાન્યુઆરીએ 40,000  કરોડ રૂપિયાના સ્તર પર હતું.


શા માટે તુટી રહ્યો છે શેર


પતંજલિના શેરો જે રીતે તુટી રહ્યા છે તેનું કારણ જાણવું પણ રસપ્રદ બની રહેશે. શેર બજારન  નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પતંજલિનો શેર તેના ખરા વેલ્યુએશનથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. હવે જ્યારે મંદીનો માહોલ છે ત્યારે તેમા કરેક્શન આવ્યું તે સ્વાભાવિક બાબત છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા પાંચ મહિનામાં રોકાણકારોના 18 હજાર કરોડ ડૂબી ગયા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે