બિહારમાં નિતીશ કુમારની સરકારને લાગ્યો મોટો ઝટકો, જાતિ આધારીત વસ્તી ગણતરી પર પટણા હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-05-04 16:18:52

બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે રાજ્યની નિતીશ કુમારની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં વસ્તી ગણતરી કરાવવાના બિહાર સરકારના નિર્ણય પર હાઈકોર્ટે તાત્કાલિક અસરથી સ્ટે લગાવી દીધો છે. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વી ચન્દ્રનની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈ થશે. બિહાર સરકાર તરફથી એડવોકેટ પી કે શાહી પટણા હાઈકોર્ટમાં પોતાની દલીલ રજુ કરી હતી. 



 પટણા હાઈકોર્ટ 3 જુલાઈએ કરશે સુનાવણી



હવે આ મામલે પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેન્ચ આગામી સુનાવણી 3 જુલાઈના રોજ કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન બિહાર સરકારે કહ્યું હતું કે આ પૂર્ણ વસ્તી ગણતરી નથી. જેથી જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો હક રાજ્ય પાસે છે. તેમાં માત્ર એ લોકોની જ ગણતરી કરવામાં આવી રહી છે,  જે આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના છે.


વસ્તી ગણતરીના આંકડા જાહેર નહીં થાય


પટણા હાઈકોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી 3 જુલાઈના દિવસે યોજાશે. ત્યાં સુધી બિહારના જાતિ આધારીત વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યની નીતીશ કુમારની સરકારના જાતિ આધારીત વસ્તી ગણતરીના નિર્ણય સામે પટણા હાઈકોર્ટમાં 6 અરજીઓ કરાવામાં આવી હતી. જેમાં અરજીકર્તાઓએ આ વસ્તી ગણતરીને તાત્કાલિક બંધ કરાવવાની માગ કરી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે