કાતિલ ઠંડી અને સુસવાટા મારતાના કારણે પવિત્ર યાત્રાધામો પાવાગઢ-ગિરનારની રોપ-વે સેવા બંધ


  • Published By :
  • Published Date : 2023-01-05 12:01:51

ગુજરાતના બે પવિત્ર તિર્થધામો પાવાગઢ અને ગિરનારમાં રોપ-વે સેવા બંધ છે. રોપ-વે સેવા બંધ હોવાનું કારણ કોઈ ટેકનિકલ ખરાબી નહીં પણ રાજ્યમાં પડી રહી કાતિલ ઠંડી અને સુસવાટા મારતા પવનોના કારણે શ્રધ્ધાળુંઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તથા સતત વેગિલા પવનનોથી યાત્રિકોની સુરક્ષા માટે રોપ-વે સંચાલકોએ આ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે.


પાવાગઢ-જુનાગઢમાં કડકડતી ઠંડી


જૂનાગઢ શહેર ગીર જંગલથી ઘેરાયેલું હોવાથી સ્વાભાવિક રીતે જ રાજ્યના અન્ય ભાગોની તુલનામાં ત્યાં ઠંડીનું જોર વધું રહે છે. તો આવી જ પરિસ્થિતી પાવાગઢમાં પણ જોવા મળી રહી છે તેથી આ બંને યાત્રાધામોમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.  આ રોપ-વેમાં બેસવા માટે લાઈનમાં ઉભા નહીં રહેવા માટે રોપ વે સંચાલકોએ યાત્રિકોને જણાવ્યું છે. એકંદરે યાત્રિકોની સુરક્ષા અને ગઢ પર જવા માટે પાંખી હાજરીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


રાજ્યમાં ઠંડીથી જનજીવન ખોરવાયું


રાજ્યમાં નવા વર્ષના આગમન સાથે જ હાંડ થીજવતી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. શહેર કરતા પણ ગામડામાં સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે જન જીવન પર ખતરનાક અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગે 10 દિવસની કાતિલ ઠંડીની આગાહી કરી છે, તેથી લોકોએ હજુ થોડા દિવસ સુધી ઠંડીમાં ઠુંઠવાવા માટે તૈયારી રાખવી પડશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે