કોંગ્રેસના પવન ખેડાને દિલ્હીથી રાયપુર જતા વિમાનમાંથી ઉતારી દેવાતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-02-23 13:20:50

કોંગ્રેસના નેતા પવન ખેરાને આજે દિલ્હીમાં ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ઉતારી દેવાતા રાજકારણ ગરમાયું છે. તે રાયપુરમાં યોજાઈ રહેલા કોંગ્રેસના સંમેલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. આ ઘટના અંગે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતએ ટ્વીટ કર્યું છે. 


શા માટે  ખેરાને વિમાનમાંથી ઉતારી દેવાયા?


પવન ખેરાને વિમાનમાંથી શા માટે ઉતારી દેવામાં આવ્યા તે અંગે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે. દિલ્હી પોલીસે આ અંગે જણાવ્યું કે આસામ પોલીસે પવન ખેરાને  રાયપુર જતા રોકવા માટે દિલ્હી પોલીસને સુચના આપી હતી. આસામ પોલીસના અનુરોધ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.


કોંગ્રેસે કહ્યું તાનાશાહી વલણ

 

કોંગ્રેસના નેતા શ્રીનેતએ ટ્વિટ કરી દિલ્હી પોલીસની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રાયપુર માટે ઉડાન ભરી રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 204 પરથી અચાનક જ મારા સહયોગી પવન ખેરાને ઉતારી દેવામાં આવ્યા છે, આ તાનાશાહી વલણ છે. શ્રીનેતએ કહ્યું કે સવાલ એ છે કે કઈ કલમ હેઠળ તેમને રોકવામાં આવ્યા તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કર નથી. તેમને કયા આધારે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા અને કોણે આદેશ આપ્યો તેને લઈ શ્રીનેતએ સવાલ કર્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે