સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલ ગાંધી વતી પૂછ્યા પ્રશ્ન! લોકોએ પૂછ્યું કયા આધારે અડવાણી, જોશી, માયાવતીને ફળવાયા સરકારી બંગલા?


  • Published By :
  • Published Date : 2023-04-24 13:01:47

રાહુલ ગાંધીનું સાંસદ પદ મોદી સરનેમને લઈ આપેલા નિવેદન પર કોર્ટ દ્વારા મળેલી સજા બાદ રદ્દ કરવામાં આવ્યું હતું. સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. સરકારી બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ટ્વિટ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોષી, માયાવતી અને ગુલામ નબી આઝાદ પાસે કોઈ પણ પદ ન હોવા છતાંય કેવી રીતે સરકારી આવાસમાં રહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા પ્રશ્નો યુઝર્સ પૂછી રહ્યા છે.    


સરકારી બંગલો ખાલી કરવા રાહુલ ગાંધીને અપાઈ હતી નોટિસ! 

2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં આ નિર્ણય પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી અને રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સાંસદ પદ તેમનું રદ્દ થયું હતું અને સરકારી બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. 



રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા મળી હતી નોટિસ!

જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર આ વાતને લઈ લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોશી, માયાવતી, પૂર્વ કોંગ્રેસના નેતા ગુલામ નબીને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. જ્યારે તેઓ કોઈ પણ સદનના સભ્ય નથી. તો કયા આધારે સરકારી મકાનોમાં રહે છે. સાંસદ પદ ન હોવા છતાંય સરકારી બંગલામાં રહે છે. જ્યારે રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. 


કયા આધારે આ નેતાઓને ફળવાયા છે સરકારી બંગલા - યુઝર્સના સવાલો? 

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ અંગે ટ્વીટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે શું સરકારી ઘર ખાલી કરવાનો નિયમ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને જ લાગુ પડે છે? આ નિયમો અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, માયાવતીજી, ગુલામ નબીજીને કેમ લાગુ નથી પડતા? તો કોઈએ લખ્યું કે અડવાણી, મુરલી મનોહર જોષી અને ગુલામ નબી આઝાદ ક્યાંના સાંસદો છે કે તેમને કેબિનેટમંત્રીના સ્તરનું આવાસ મળ્યું? તેમના ખાતામાં 15 લાખ રુપિયા આવી ગયા લાગે છે. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે કયા આધારે અડવાણીજી, મુરલી મનોહર જોષીજી, ગુલામ નબી આઝાદજી, માયાવતીજીને આ ઘર ફાળવવામાં આવ્યું છે?   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે