એમેઝોન, ટ્વિટર અને મેટા બાદ હવે દિગ્ગજ પેપ્સિકોએ પણ છટણીની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-06 16:46:55

દુનિયાભરમાં આર્થિક મંદીનો માહોલ છે. વિશ્વની અગ્રણી આઈ ટી, ઈ કોમર્સ અને રિટેલ સહિતની વિવિધ સર્વિસ સેક્ટરની કંપનીઓ તેમના કર્મચારીઓની છટણી કરી રહી છે. જેમ  કે એમેઝોન, ટ્વિટર અને મેટા બાદ હવે અગ્રણી દિગ્ગજ કંપની પેપ્સિકોના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા છટણી કરી રહી છે.


પેપ્સિકોએ કર્મચારીઓને મોકલી નોટિસ


વિશ્વની અગ્રણી ફુડ, સ્નેક્સ અને બેવરીઝ કંપની પેપ્સિકોએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની જાહેરાત કરી છે. કંપનીએ કોસ્ટ કટિંગ માટે છટણીનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના કર્મચારીઓને મેમો મોકલ્યો હતો. મેમોમાં કહ્યું છે કે  કંપની સંગઠનને સરળ બનાવવા માટે જઈ રહી છે, જેથી આપણે વધુ કુશળતાથી કામ કરી શકીએ. અત્રે ઉલ્લેખનિય છે કે પેપ્સિકોમાં 3 લાખ 9 હજાર કર્મચારીઓ કાર્યરત છે. તેમાંથી અનેક લોકો પર પર છટણીની તલવાર લટકી રહી છે. 


આ કંપનીઓએ પણ કરી છટણી


માઈક્રોસોફ્ટ, ટ્વિટર, એમેઝોન, OYO,ઝોમેટો, મેટા, સિસ્કો, વોલમાર્ટ, ફોર્ડ મોટર્સ, સ્ટ્રાઈપ, ઓન લાઈન ટ્રેડિગ કંપની રોબિનહુડ અને ક્રિપ્ટોકરન્સી કંપની કોઈનબેઝ સહિતની કંપનીઓએ પણ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે