સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા પહેલા ચેતજો, ખોટી માહિતી ટ્વીટ કરનારા યુવકની પોલીસે કરી ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 19:54:11

આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો સુધી ગણતરીના સેકન્ડમાં માહિતી પહોંચાડી શકાય છે. સોશિયલ મીડિયામાં ફરતા  મોટાભાગના મેસેજ,વીડિયો વગેરેની ખરાઈ કર્યા વગર જ બીજા લોકોને ફોરવર્ડ કરી દેતા હોય છે, જેથી લોકો ગેરમાર્ગે દોરાય જાય છે. છેલ્લા ઘણા સમયથી નાના બાળકો પકડતી ગેંગ ગુજરાતના અનેક ગામમાં ફરે છે અને નાના બાળકોને ઉપાડી જાય છે તેવા મેસેજ  સોશિયલ મીડિયામાં ફરે છે  જોકે મોટાભાગે આવા મેસેજ પોલીસ તપાસ બાદ ખોટા નીકળતા હોય છે ત્યારે ફરી એક વખત  અમદાવાદના  સાયન્સ સિટી વિસ્તારના  એક યુવકે આવી ખોટી માહિતી ટ્વીટ કરી હતી.જોકે પોલીસે તપાસ કરતા માહિતી ખોટી નીકળી હતી જેથી પોલીસે અફવા ફેલાવા બદલ યુવકની ધરપકડ કરી હતી.


યુવક સામે શું ગુનો નોંધાયો હતો?


સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા બિમલ પટેલએ ટ્વિટર પર  ટ્વીટ કર્યું હતું કે બોપલ ,ગોતા, સાયન્સ સિટી જેવા વિસ્તારમાં બાળકો ઉપાડતી ગેંગ ફરે છે અને આ ગેંગએ 2 બાળકોને આજે સાયન્સ સિટી માંથી કિડનેપ કર્યા છે. ઉપરાંત યુવકે ગુજરાત પોલસ પર  સવાલ કરતા લખ્યું કે ગુજરાત પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી  રહી નથી .

યુવકે આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને ગૃહમંત્રીને ટેગ કર્યા હતા.પોલીસે જયારે તપાસ કરતા આવી કોઈ ઘટના જ બની નથી  તેવું સામે આવ્યું હતું. જેથી પોલીસે અફવા ફેલાવાના ગુનામાં એક યુવકની ધરપકડ કરી હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે