ડોમીનોઝ પિઝામાંથી નિકડ્યાં કાચના ટુકડા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 19:02:19

હાલ ઓનલાઇન ફૂડ ડિલિવરીનો ખૂબ ઉપયોગ થાય છે ત્યારે સૌથી વધુ પીઝાનો ઓડર થાય છે ત્યારે એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે જેમ એક વ્યક્તિએ પિઝા મંગાવ્યા અને તે ચોંકી ગયો કેમકે તેમથી કાચના ટુકડા મડ્યા. 



ઓર્ડર માંથી નિકડ્યાં કાચના ટુકડા  !!!!


સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મુંબઈની છે. ટ્વિટર પર અરુણ કોલ્લુરી નામના વ્યક્તિએ પિઝા આઉટલેટ દ્વારા વેચાતા પિઝાની તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેના ઓનલાઈન ઓર્ડર કરાયેલ પિઝામાં કાચના ટુકડા મળ્યા છે. જો કે તેમના ટ્વિટમાં આઉટલેટ અથવા ડિલિવરીની તારીખનો ઉલ્લેખ નથી. આ ટ્વીટ સાથે તેણે મુંબઈ પોલીસને ટેગ કર્યું.




પોલીસએ આપ્યો ટ્વીટનો જવાબ !!!

જ્યારે યુવાને  મુંબઈ પોલીસ તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટેગ કરીને લખ્યું કે ડોમિનોઝમાં કાચના 2 થી 3 ટુકડા મળ્યા છે. આ પછી મુંબઈ પોલીસે ટ્વીટ પર પ્રતિક્રિયા આપી કે તે કોઈપણ કાયદાકીય ઉપાયની માંગ કરતા પહેલા ડોમિનોના કસ્ટમર કેરને લખવાની સલાહ આપે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે