અમદાવાદ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 19:53:15

તહેવારોની સીઝનમાં દેશભરમાં જીવન જરૂરીયાતની  તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલથી માંડીને કઠોળ, અનાજ અને પેટ્રોલ-ડિઝલના ઉંચા ભાવથી લોકો ત્રસ્ત  છે. કમર તોડ મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે કેન્દ્ર સરકારે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંક્યો છે. 


પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો


રેલવેના સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં સીઝન પ્રમાણે અને માંગને જોતા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે. જો કે આ વખતે તો વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદના રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી લોકોએ પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  લોકોએ સગા-સબંધી, મિત્ર વર્તુળ વગેરેને રેલવે સ્ટેશને મુકવા-લેવા જતા પહેલા સો વખત વિચારવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે.


રેલવેના સ્ટેશનના પ્લેટફોર્મ માટે 30 રૂપિયા ચૂકવવા પડશે


વેસ્ટર્ન રેલવે હેઠળ આવતા અમદાવાદ સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા છે. દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવ 100-150% વધતા હોય છે પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે