PM આવાસ યોજના માટે બજેટમાં કરાઈ આ મોટી જાહેરાત, શું પોતાના ઘરનું સપનું થશે સાકાર?


  • Published By :
  • Published Date : 2023-02-01 17:32:52

મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે રજુ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રીએ તેમના બજેટમાં અનેક મહત્વની જાહેરાતો કરી હતી. જેમાં સૌથી મહત્વની જાહેરાત  પીએમ આવાસ યોજના અંગે છે. પીએમ આવાસ યોજના માટે 79,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમથી યોજના સાથે જોડાયેલા લોકોને પાકા મકાનો મળવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.


પીએમ આવાસ યોજનાથી કોને લાભ?


પીએમ આવાસ યોજના ગાંમડાં અને શહેરી ગરીબોને ઘરનું ઘર આપવાનો છે. 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા ગરીબ પરિવારો અને 6થી 12 લાખની આવક ધરાવતા મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે આ યોજના પીએમ મોદી દ્વારા 25 જુન 2015ના દિવસે શરૂ કરવામાં આવી હતી. નાણામંત્રીએ આ યોજનામાં ફાળવણી 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયાથી વધુ કરી દીધી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે