PM મોદી 10મી અને અમિત શાહ 4 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 12:25:38

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપાન નેતાઓની ગુજરાતની મુલાકાત પણ વધી રહી છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચુંટણી જંગ હોવાથી ભાજપના અગ્રણી નેતાઓનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. ભાજપનો મજબુત ગઢ ગણાતું ગુજરાત હાથમાંથી જાય તે ભાજપને કોઈ કાળે પોષાય તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય  ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદી આગામી 10મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 


PM ફરી એક વખત ગુજરાતની મુલાકાતે ?


અમદાવાદમાં 10મી સપ્ટેમ્બરે યોજાનાર વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. આ કોન્ફરન્સમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ ભાગ લેશે. સતત બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ પણ સામેલ થઈ શકે છે. આ પ્રસંગે 100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો જગતના સીઈઓ પણ ઉપસ્થિત રહેશે.આગામી 11 સપ્ટેમ્બરના રોજ યુવા ભાજપનું એક વિશાળ સંમેલન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાય તેવી સંભાવના છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી શકે છે.



અમિત શાહ પણ આ સપ્તાહમાં આવશે ગુજરાત


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ યોજાનારી છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે. ઈકા ક્લબ કાંકરીયા ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં 19 રાજ્યોના 1031 અધિકારી અને જેલ કર્મચારી ભાગ લેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે