ઍમ્બ્યુલન્સ માટે PM મોદી કાફલો રોકાયો !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:08:37

ઍમ્બ્યુલન્સ માટે PM મોદી કાફલો રોકાયો !!!!!

 

વડાપ્રધાન નરેન્દ્રમોદી અમદાવાદના વિવિધ વિકાસના કામોના લોકરપર્ણ કર્યા અને આજે તેમણે 'વંદે ભારત એક્સપ્રેસ' અને 'મેટ્રો ટ્રેન'ની ભેટ અર્પણ કર્યા બાદ તેઓએ થલતેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યારે PM મોદીએ ઍમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે પોતાનો ગાડીઓનો કાફલો રોકી દીધો હતો. જેની હાલ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઇ રહી છે

વાહ મોદીજી વાહ..... એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે ગાંધીનગર અમદાવાદ હાઈવે પર આખો કાફલો સાઈડમાં કરી દેવાયો


2017માં પણ થયું હતું આવું !!!

વર્ષ 2017માં પણ ગાંધીનગરમાં PM મોદીએ ઍમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે કાફલો રોકાવ્યો હતો જે બાદ સોશ્યલ મીડિયા પર VIP કલ્ચરને લઈને યુવાઓએ તેમના ખૂબ વખાણ કર્યા હતા.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે